IPL

WTC 2023 ફાઈનલ પહેલા ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બની નંબર વન ટીમ

Pic- Hindustan Times

આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTC 2023 ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ICCની વાર્ષિક રેન્કિંગ અપડેટ કરવામાં આવી છે અને આ પછી ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે.

WTC ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ ખાતે 7 જૂનથી 11 જૂન દરમિયાન યોજાવાની છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ રહેશે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ ICC મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ટીમ હતી. છેલ્લા 15 મહિનાથી ઓસ્ટ્રેલિયાએ નંબર વન પોઝિશન પર કબજો જમાવ્યો હતો, પરંતુ 2મે 2023ના રોજ બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ વાર્ષિક રેન્કિંગ બાદ ભારતે ફરીથી નંબર વન સ્થાન મેળવ્યું છે.

હાલમાં ભારતના ખાતામાં 121 પોઈન્ટ છે અને ઓસ્ટ્રેલિયાના ખાતામાં 116 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની ટીમે તાજેતરના ભૂતકાળમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ત્રીજા સ્થાને છે.

હાલમાં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાને ટક્કર આપી રહી છે, કારણ કે ભારતે ઓસ્ટ્રેલિયા સામે સતત ચાર શ્રેણી જીતી છે. અન્ય કોઈ ટીમે અન્ય કોઈ ટીમ સામે કે ઓસ્ટ્રેલિયા સામે આટલી શ્રેણી જીતી નથી. ઈંગ્લેન્ડની ટીમે છેલ્લા એક વર્ષમાં જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ તે પહેલા ટીમ લગભગ બે વર્ષથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ છે. બાકીની ટીમોની હાલત પહેલા જેવી જ છે.

Exit mobile version