IPL

ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને ઓલરાઉન્ડર મોઈન અલી CSKમાં જોડાયા

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી ખાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ભાગ લેવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયા છે.

CSKના ફેન્સ સ્ટોક્સ અને ધોનીના કોમ્બિનેશનને જોવા માટે ઉત્સુક છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ બંને ખેલાડીઓ IPLમાં એક ટીમ માટે સાથે રમી ચૂક્યા છે, જોકે તે સમયે સ્ટોક્સ ધોનીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. સ્પોટ-ફિક્સિંગને કારણે CSK 2016 અને 2017 IPL સિઝન માટે પ્રતિબંધિત થયા બાદ ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS) ટીમમાં ગયો.

ધોનીએ 2016માં આ ટીમની કપ્તાની સંભાળી હતી, પરંતુ 2017ની સીઝન પહેલા જ ધોનીની જગ્યાએ સ્ટીવ સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2017માં જ સ્ટોક્સને RPS દ્વારા 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2023માં CSKએ સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.

આ સિઝનમાં માત્ર ધોની જ CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે, પરંતુ સ્ટોક્સને CSKના ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, તેથી આ સિઝનમાં ટીમમાં તેની ભૂમિકા ખૂબ મહત્વની દેખાઈ રહી છે. અગાઉ એવી શંકા હતી કે સ્ટોક્સ આખી સિઝન રમી શકશે કે કેમ, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ સ્ટોક્સે સ્પષ્ટ કર્યું કે તે IPL 2023 માટે ઉપલબ્ધ રહેશે.

CSKએ સ્ટોક્સ અને મોઈન અલીનો ફોટો અને વીડિયો શેર કર્યો હતો. CSKએ 31મી માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે તેની પ્રથમ મેચ રમવાની છે.

Exit mobile version