IPL

જોસ બટલર: આઈપીએલ વર્લ્ડ કપ પછીની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ છે

પીટરસનને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું….

ઇંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરે કહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગએ અંગ્રેજી ક્રિકેટની પ્રગતિમાં ઘણી મદદ કરી છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે આ ટી20 ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ પછી ક્રિકેટ રમવા માટેની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ છે. બટલરે કહ્યું કે તે આ વર્ષની આઈપીએલ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટનું કઈ ખબર નથી.

ઇંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન, જે વર્લ્ડ કપ વિજેતા ટીમનો હતો, એ બે આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે રમ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 2016-17 રમનાર બટલરને તેની ટીમે વર્ષ 2018માં રાજસ્થાન રોયલ્સ જોડે.

બટલરે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ઇંગલિશ ક્રિકેટ પ્રગતિ કરી છે તો તેની પાછળ આઇપીએલ છે. હું આ ટૂર્નામેન્ટ રમવા માંગતો હતો કારણ કે તે વિશ્વની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ છે. બટલરે વધુમાં કહ્યું કે, જો તમે આઈપીએલની કેટલીક મેચ જોશો તો તે એકદમ વિચિત્ર રહી છે. બેંગ્લોર ટોચની 3 ટીમોમાંની એક છે જેમાં વિરાટ, ડી વિલિયર્સ છે, જ્યારે તેમની સામે બુમરાહ, અને મલિંગાને જોવાનું આનદ કંઈક બીજું છે.

બટલેરે આ માટે પીટરસનનો આભાર માન્યો, પીટરસનને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

 

Exit mobile version