IPL

દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, આ બેટ્સમેન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો

રોય ઇંગ્લેંડ અને દિલ્હી કેપિટલ્સનો બીજો ખેલાડી છે જેણે આઈપીએલ 2020 થી ખસી ગયો છે…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની શરૂઆત પહેલા ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો હતો. ઇંગ્લેન્ડનો ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ક્રિકબઝના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સએ તેમની ટીમમાં ઓસ્ટ્રેલિયન ડાબા હાથના ઝડપી બોલર ડેનિયલ સેમ્સે તેની જગ્યા લીધી છે.

આ અગાઉ તે પાકિસ્તાન સામે આગામી ટી -20 સિરીઝથી પણ પીછેહઠ કરી ગયો હતો. હેમસ્ટરિંગ ઈજાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો. ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે આ અઠવાડિયે પ્રેક્ટિસ દરમિયાન ઓપનર જેસન રોયને ઈજા થઈ હતી અને તેની ઈજાની માહિતી બુધવારે સ્કેન પર બહાર આવી હતી.

રોય ઇંગ્લેંડ અને દિલ્હી કેપિટલ્સનો બીજો ખેલાડી છે જેણે આઈપીએલ 2020 થી ખસી ગયો છે. એપ્રિલની શરૂઆતમાં, ક્રિસ વોકસે વ્યક્તિગત કારણોને લીધે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તાજેતરમાં, તેની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરીક નોર્ટેજેને તેની જગ્યાએ લેવામાં આવ્યો છે.

પરતું રોય ઇંગ્લેન્ડની ટીમ સાથે રહેશે અને સપ્ટેમ્બરથી સાઉધમ્પ્ટનમાં શરુ થનારી ઓસ્ટ્રેલિયા સામેની વ્હાઇટ બોલ સિરીઝ માટે સમયસર પાછો ફરવાનો પ્રયાસ કરશે.

Exit mobile version