ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન આઈપીએલની 16મી સીઝનની મધ્યમાં પ્રવેશ કરી ચૂક્યો છે. ક્રિસ જોર્ડન IPL 2023ની બાકીની સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો છે. મુંબઈની ટીમ આ સિઝનમાં નબળી બોલિંગની સમસ્યાથી ઝઝૂમી રહી છે.
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સિઝનમાં ટીમનો ભાગ નથી અને હવે જોફ્રા આર્ચરની ફિટનેસએ મુંબઈને મુશ્કેલીમાં મૂકી દીધું છે. મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે તાજેતરમાં જણાવ્યું હતું કે આર્ચર સર્જરી માટે આઈપીએલ 2023ના મધ્યમાં બેલ્જિયમ ગયો હતો.
ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી હરાજીમાં ક્રિસ જોર્ડનને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. જો કે જોર્ડન અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો સાથે આઈપીએલમાં ભાગ લઈ ચૂક્યો છે.
JUST IN: Chris Jordan has joined MI as a replacement player pic.twitter.com/yVXjTra7ZF
— ESPNcricinfo (@ESPNcricinfo) April 30, 2023