IPL

લિટન દાસના સ્થાને KKR સાથે સંકળાયો વિન્ડીઝનો આ વિસ્ફોટક ખેલાડી

Pic- Republic World

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બાકીની સિઝન માટે વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસના સ્થાને વિન્ડીઝના વિસ્ફોટક ખેલાડી જોન્સન ચાર્લ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

પારિવારિક કારણોસર લિટન દાસ ગયા અઠવાડિયે બાંગ્લાદેશ પરત ફર્યો હતો. 28 વર્ષીય ખેલાડીને કેકેઆરએ ગયા વર્ષે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. KKRએ તેને માત્ર એક મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યો અને પછી તેને પડતો મૂક્યો.

જોન્સન ચાર્લ્સ વેસ્ટ ઈન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 41 T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 971 રન બનાવ્યા છે. તેણે કુલ 224 T20 મેચ રમી છે જેમાં તેના નામે 5600 થી વધુ રન છે. તે KKR સાથે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં જોડાશે. IPL 2023માં KKR કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. અત્યારે કોલકાતા પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે.

Exit mobile version