IPL

આઈપીએલમાં 27 મેચમાં 40 વિકેટ લેનાર કાંગારૂ બોલર લખનૌ ટીમમાં જોડાયો

લખનઉ સુપર જાયન્ટ્સે ટાટા આઈપીએલમાં પોતાના ઈજાગ્રસ્ત ખેલાડી માર્ક વૂડના સ્થાને ઓસ્ટ્રેલિયાના એન્ડ્રુ ટાઈનો સમાવેશ કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં માર્ક વુડને કોણીમાં ઈજા થઈ હતી.

જેના કારણે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 2022 સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

માર્ક વૂડને IPL 2022ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીએ રૂ. 7.50 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડના પેસરે ટુર્નામેન્ટની શરૂઆતના થોડા દિવસો પહેલા જ બહાર નીકળી જવાનો નિર્ણય લીધો હતો.

એન્ડ્રુ ટાયની આઈપીએલ કારકિર્દી સારી રહી છે. એન્ડ્રુ ટાય ઓસ્ટ્રેલિયા માટે 32 T20I રમ્યો છે અને તેણે 47 વિકેટ લીધી છે, જ્યારે IPLમાં તેણે 27 મેચમાં 40 વિકેટ લીધી છે. તે તેના એક કરોડ રૂપિયા માટે લખનૌની ટીમ સાથે જોડાશે.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ IPL 2022માં તેની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પણ પ્રથમ વખત IPLમાં રમશે.

Exit mobile version