IPL

ઈંગ્લેન્ડમાં 48 સિક્સર ફટકનાર આ તોફાની બેટ્સમેનને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા રાજસ્થાન રોયલ્સે તેમની ટીમમાં એક એવા બેટ્સમેનને સામેલ કર્યો છે જે તેમને પ્લેઓફમાં સ્થાન આપી શકે છે. આ બેટ્સમેનનું નામ ગ્લેન ફિલિપ્સ છે, જે ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર છે અને તેનું વર્તમાન ફોર્મ આશ્ચર્યજનક રીતે ચાલી રહ્યું છે.

ગ્લેન ફિલિપ્સે રાજસ્થાન રોયલ્સ ટીમમાં જોસ બટલરનું સ્થાન લીધું છે, જે આઈપીએલ 2021ની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. ખરેખર જોસ બટલર બીજી વખત પિતા બનવાના છે અને તેથી તેણે IPLમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો આંચકો છે પરંતુ તેણે ફિલિપ્સ જેવા બેટ્સમેનને ખરીદીને કોઈ ભૂલ કરી નથી.

ગ્લેન ફિલિપ્સ હાલમાં ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમી રહ્યો છે અને તેના સિક્સરની ચર્ચા સમગ્ર વિશ્વ ક્રિકેટમાં થઈ રહી છે. ગ્લેન ફિલિપ્સે ઈંગ્લેન્ડમાં રમાયેલી ટી-20 બ્લાસ્ટ અને ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરીને તમામ ચાહકોના દિલ જીતી લીધા છે. ફિલિપ્સે ધ હન્ડ્રેડ અને ટી-20 બ્લાસ્ટ સહિત કુલ 20 મેચ રમી છે, જેમાં તેના બેટમાંથી 48 સિક્સર આવી છે. ફિલિપ્સે આ સમયગાળા દરમિયાન 714 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડે 24 વર્ષીય ગ્લેન ફિલિપ્સને ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપ્યું છે અને હવે આઈપીએલ 2021 તેના માટે તૈયારી માટેનું શ્રેષ્ઠ મંચ હશે.

Exit mobile version