IPL 2024 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ ફ્રેન્ચાઈઝીએ તેમના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. IPL ઓક્શન 2024, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે.
પરંતુ IPL 2024માં ઘણા ખેલાડીઓ છેલ્લી વખત IPL રમતા જોવા મળશે. આજે અમે તમારા માટે ટીમ ઈન્ડિયાના એવા ત્રણ ખેલાડીઓની યાદી લઈને આવ્યા છીએ જેમના માટે આ આઈપીએલ તેમની છેલ્લી આઈપીએલ બની શકે છે.
1. એમએસ ધોની:
આ યાદીમાં પહેલું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું છે. ધોની IPLની પ્રથમ સિઝનથી જ રમી રહ્યો છે. હાલમાં ધોની 42 વર્ષનો છે. તેની ઉંમરને જોતા આ તેની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીએ IPL 2023માં પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં ધોની તેની છેલ્લી આઈપીએલ આઈપીએલ 2024માં રમી શકે છે.
2. પિયુષ ચાવલા:
ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ સ્પિન બોલર પીયૂષ ચાવલા IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. તે IPLમાં ઘણી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. પિયુષ હવે 34 વર્ષનો છે. આવી સ્થિતિમાં કોઈપણ બોલર માટે આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમવું મુશ્કેલ છે. પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને પીયૂષ IPL 2024 પછી નિવૃત્તિ લઈ શકે છે.
3. રવિચંદ્રન અશ્વિન:
ટીમ ઈન્ડિયાનો અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન લાંબા સમયથી IPL રમી રહ્યો છે. તે વર્લ્ડ કપ 2023માં પણ ટીમનો ભાગ હતો. તે પહેલા જ સફેદ બોલની ક્રિકેટમાંથી નિવૃત્તિનો સંકેત આપી ચૂક્યો છે. અશ્વિન 2009થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેમની ઉંમર 37 વર્ષની છે. અશ્વિન ફરી એકવાર IPL 2024 (IPL 224)માં રાજસ્થાન તરફથી રમી શકે છે. પરંતુ આ તેની છેલ્લી આઈપીએલ સાબિત થઈ શકે છે.