IPL

લખનૌની સામે મુંબઈને પ્રથમ જીત અપાવવા માટે આ ખેલાડીઓ જવાબદાર હશે

મુંબઈની ટીમ આ સિઝનને ખરાબ સપનાની જેમ ભૂલી જવા માંગશે. પોતાની પ્રથમ જીતની શોધમાં જ્યારે મુંબઈની ટીમ લખનૌની સામે આવશે તો તેની સામે સૌથી મોટો પડકાર લખનૌના ઓપનરને સસ્તામાં આઉટ કરવાનો રહેશે.

કેએલ રાહુલનું બેટ જયદેવ ઉનડકટની સામે ગર્જના કરી રહ્યું છે, તેથી તે નવા બોલથી બોલિંગ નહીં કરી શકે. બીજી તરફ બુમરાહે રાહુલને બે વખત આઉટ કર્યો છે. બીજી તરફ જો મુંબઈ લખનૌ સામે પ્રથમ બેટિંગ કરશે તો મુંબઈને મોટા ટોટલની જરૂર પડશે.

મુંબઈની ઓપનિંગ જોડી – રોહિત શર્મા આ સિઝનમાં બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નથી, જેની સીધી અસર મુંબઈની ટીમ પર પડી છે. બીજી તરફ ઈશાને સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં તેનું બેટ પણ શાંત જણાય છે. આ મેચમાં મુંબઈ પાસે ગુમાવવા માટે કંઈ નથી, તેથી રોહિત અને ઈશાન ટીમને મજબૂત શરૂઆત અપાવવાનો પ્રયાસ કરશે.

મુંબઈનો મિડલ-ઓર્ડર – છેલ્લી મેચમાં ટીમનો મિડલ ઓર્ડર સાવ લથડી રહ્યો હતો પરંતુ તિલક વર્માએ અડધી સદીની ઇનિંગ રમીને ટીમના સ્કોરને કંઈક અંશે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. આ મેચમાં ટીમને ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પાસેથી વિસ્ફોટક ઇનિંગની અપેક્ષા રહેશે. કિરોન પોલાર્ડના બેટમાંથી અત્યાર સુધી એક પણ રન આવ્યો નથી.

મુંબઈની બોલિંગ – જસપ્રીત બુમરાહ એક બાજુથી સારી બોલિંગ કરીને દબાણ બનાવી રહ્યો છે પરંતુ તે બીજા છેડેથી કોઈ અન્ય બોલરનો સાથ મેળવી શકતો નથી અને આ ટીમના બોલિંગ ઓર્ડરની નબળાઈ છે. જયદેવ ઉનડકટ પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે. હૃતિક શોકીને છેલ્લી મેચમાં સારી બોલિંગ કરી હતી, તેથી તેને આ મેચમાં પણ તક મળી શકે છે.

મુંબઈની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટમાં), ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, રિતિક શોકીન, રિલે મેરેડિથ, જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ.

Exit mobile version