IPL

વિરાટ અને ધોની કરતા પણ મોટી રકમ મળવા જઈ રહી છે આ ઓપનર ખિલાડીને

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે નવી ટીમો સાથે મેગા ઓક્શનની તૈયારીઓ ચાલી રહી છે. ટુર્નામેન્ટના ભાગરૂપે, 8 ટીમોને તેમના ચાર ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આ સિવાય બાકીના ખેલાડીઓએ એક્શનમાં ઉતરવું પડશે. કેપ્ટન કેએલ રાહુલ, જેણે ફ્રેન્ચાઇઝી ટીમ પંજાબ કિંગ્સ છોડવાનું મન બનાવી લીધું છે, તે નવી ટીમમાં સામેલ થવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ લખનૌની ટીમ તેને પોતાનો કેપ્ટન બનાવવા માંગે છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કેએલ રાહુલ ખૂબ જ પ્રતિભાશાળી બેટ્સમેન હોવાને કારણે ટીમમાં અન્ય ઘણી રીતે યોગદાન આપી શકે છે. તે ઓપનિંગની સાથે કેપ્ટન્સી સંભાળે છે અને પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર તરીકે સામેલ થઈને ખેલાડી માટે જગ્યા પણ બનાવી શકે છે. ટીમમાં તેના યોગદાનને જોતા ઘણી ફ્રેન્ચાઇઝી ટીમો તેના પર દાવ લગાવવા માંગે છે. હાલની આઠ ટીમોએ ચાર ખેલાડીઓને જાળવી રાખવાના છે. બે નવી ટીમો રિલીઝ થયેલા ખેલાડીઓમાંથી ત્રણ જેટલા ખેલાડીઓ પસંદ કરી શકે છે.

મળતી માહિતી મુજબ, IPLની નવી સિઝનમાં પ્રવેશવા જઈ રહેલી લખનૌની ટીમે રાહુલને અત્યાર સુધીના કોઈપણ ખેલાડીને મળેલી રકમમાં સૌથી વધુ પગારની ઓફર કરી છે. 20 કરોડની ઓફર કરવામાં આવી છે. Insidesport અનુસાર, લખનૌની ટીમની માલિકી મેળવનાર RPSG જૂથે રાહુલને ટીમમાં સામેલ થવાની ઓફર કરી છે. આરપી રાજીવ ગોએન્કાએ 7000 કરોડની મોટી રકમ ચૂકવીને ટીમ મેળવી છે.

રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવા જઈ રહ્યો છે. જો તે લખનૌની ટીમની કેપ્ટનશીપનો પ્રસ્તાવ સ્વીકારે છે તો 20 કરોડની રકમ પગાર તરીકે આપવામાં આવશે.

Exit mobile version