IPL

ઓરેન્જ કેપ માટે ટ્રેવિસ હેડની મોટી છલાંગ, પર્પલ કેપ કોણ હાથમાં જાણો

Pic- IPL T20

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 20 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હાઈ-સ્કોરિંગ મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની તોફાની ઇનિંગ્સના કારણે મજબૂત શરૂઆત કરી હતી અને છેલ્લી ઓવરોમાં શાહબાઝ અહેમદની શાનદાર અડધી સદીને કારણે મુલાકાતી ટીમે દિલ્હીને 267 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો.

આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યજમાન ટીમ દિલ્હી 199 રનમાં સમેટાઈ ગઈ હતી અને 67 રનથી મેચ હારી ગઈ હતી.

પેટ કમિન્સની કપ્તાની હેઠળ હૈદરાબાદની ટીમે 7માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. ટ્રેવિસ હેડ પણ ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે આવી ગયો છે. ચાલો IPL 2024 ની પોઈન્ટ ટેબલ, ઓરેન્જ કેપ અને પર્પલ કેપની યાદી પર એક નજર કરીએ.

IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર:

1- વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર): 7 મેચ પછી 361 રન

2- ટ્રેવિસ હેડ (સનરાઇઝર્સ હૈદરાબાદ): 7 મેચ બાદ 324 રન

3- રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ): 7 મેચ બાદ 318 રન

IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો:

1- જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ) – 7 મેચ પછી 13 વિકેટ

2- યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) – 7 મેચ બાદ 12 વિકેટ

3- ગેરાલ્ડ કોએત્ઝી (મુંબઈ ઈન્ડિયન્સ) – 7 મેચ પછી 12 વિકેટ

Exit mobile version