
20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે 182 રન બનાવ્યા હતા…
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હારનો શામનો કરવો પડ્યો હતો. કેકેઆરએ તેની પહેલી આઈપીએલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં પહેલા બેટિંગ કરતા રોહિત શર્માની 80 રનની શાનદાર ઇનિંગના કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે 182 રન બનાવ્યા હતા.
તો બીજી બાજુ આ વિશાળ રનનો પીછો કરવા ઉતારી કેકેઆરની ટીમની શરૂવાત ખરાબ રહી. શુબમન ગિલ (7) અને ત્યાર બાદ નારાયણ (9) આ પછી કોઈ બેસ્ટમેન ટક્યું નહીં. નીતીશ રાણા (24), દિનેશ કાર્તિક (30), રસેલ (11), મોર્ગન (16), નાઈક (1), કમિન્સ (33).
મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગની વાત કરીયે તો બુમરાહ (2), બોલ્ટ (2), પેટિન્સન (2), ચહર (2) વિકેટ લીધી.
(Phew)…Finally off the mark in UAE!#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #KKRvMI
— Mumbai Indians (@mipaltan) September 23, 2020
