IPL

ડ્વેન બ્રાવોને પછાળ છોડી ઉમેશ યાદવે IPL 2023માં મોટી સિદ્ધિ હાંસલ કરી

Pic- Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં શનિવારે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ટક્કર થઈ હતી. પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા.

ટિમ સાઉથીએ બે જ્યારે સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને ઉમેશ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઉમેશે મેચમાં વિકેટ લેતાની સાથે જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ડેશિંગ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો જબરદસ્ત રેકોર્ડ તોડ્યો.

IPLમાં ટીમ સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઉમેશ નંબર વન બની ગયો છે. તેણે પંજાબ સામે 34 વિકેટ લીધી છે. તેણે IPL 2013માં પંજાબ સામે તેની પ્રથમ મેચ રમી હતી. ઉમેશે બ્રાવોને પાછળ છોડી દીધો છે. બ્રાવોએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 33 વિકેટ લીધી હતી. બીજી તરફ ઉમેશના એકંદર આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 134 મેચમાં 136 વિકેટ ઝડપી છે. તેણે વર્ષ 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે આઈપીએલની શરૂઆત કરી હતી.

ઉમેશે મેચમાં ભાનુકા રાજપક્ષેનો શિકાર કર્યો, જેણે તોફાની અડધી સદી ફટકારી. ઉમેશે રાજપક્ષેને રિંકુ સિંહના હાથે કેચ કરાવ્યો હતો. વન ડાઉન, રાજપક્ષે 32 બોલનો સામનો કર્યા બાદ 50 રન બનાવ્યા હતા

Exit mobile version