Vaibhav Suryavanshiએ Indian Premier League 2026માં પોતાની તોફાની બેટિંગથી ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. Rajasthan Royals માટે રમતા માત્ર 15 વર્ષના આ યુવા બેટ્સમેને Mumbai Indians સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.
મેચ દરમિયાન Jasprit Bumrah જેવા વિશ્વસ્તરીય બોલર સામે વૈભવે એક નહીં પરંતુ બે ગજબના સિક્સર ફટકાર્યા. ખાસ કરીને બુમરાહની પહેલી જ બોલ પર મારેલો સિક્સર ફેન્સ માટે ચોંકાવનારો રહ્યો હતો. વૈભવે માત્ર 14 બોલમાં 39 રન બનાવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી.
આ શાનદાર ઈનિંગ્સના કારણે રાજસ્થાને 11 ઓવરની મેચમાં 150 રનનો મોટો સ્કોર ઉભો કર્યો અને મેચમાં જીત મેળવી. જીત બાદ વૈભવે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને માત્ર ચાર શબ્દોમાં લખ્યું – “સપોર્ટ માટે આભાર”, સાથે દિલનો ઇમોજી પણ મૂક્યો.
જો વૈભવના પ્રદર્શનની વાત કરીએ તો, અત્યાર સુધી રમાયેલી 3 મેચોમાં તેણે 40.66ની સરેરાશથી 122 રન બનાવ્યા છે અને ત્રણેય મેચોમાં ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
યુવા ખેલાડી વૈભવે તેના ડેબ્યૂ સિઝનમાં જ શતક ફટકારીને સૌથી ઓછી ઉંમરે સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અત્યાર સુધીના 10 IPL મેચોમાં તેણે કુલ 374 રન બનાવ્યા છે, જેમાં 1 શતક અને 2 અડધી સદીઓનો સમાવેશ થાય છે.
The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡
🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X
— IndianPremierLeague (@IPL) April 7, 2026

