અનુભવી સ્પિનર આર અશ્વિન IPL 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમનો એક ભાગ છે. રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસનની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તેણે સતત બે મેચ જીતી છે. આ બધાની વચ્ચે ઘાતક સ્પિનર આર અશ્વિનનો એક વીડિયો વાયરલ થયો છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનકડા ચાહકે અશ્વિન પાસે કેટલીક માંગ કરી હતી. સ્ટાર ક્રિકેટરે નિરાશ ન કર્યું પરંતુ ફેન્સની ડિમાન્ડને પળવારમાં પૂરી કરી દીધી. સોશિયલ મીડિયા પર તેની હ્રદયસ્પર્શી સ્ટાઈલના ખૂબ વખાણ કરવામાં આવ્યા.
અશ્વિનની IPL ફ્રેન્ચાઇઝી ટીમ રાજસ્થાન રોયલ્સે એક વિડીયો શેર કર્યો છે, જેમાં અશ્વિન તેના સુંદર નાનકડા ચાહકને નિરાશ કર્યા વિના ઓટોગ્રાફ આપતો અને ફોટા ક્લિક કરતો જોવા મળે છે.
આ પ્રશંસકે અશ્વિન પાસે ઓટોગ્રાફની માંગણી કરી હતી, જેમાં અશ્વિને કોઈપણ વિલંબ કર્યા વગર ફેનની ઈચ્છા પૂરી કરી હતી. અશ્વિનની આ સ્ટાઈલને પસંદ કરવામાં આવી રહી છે અને તેનો વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. આઈપીએલ 2024ની સીઝનમાં અશ્વિન બોલ અને બેટ બંનેથી પ્રભાવશાળી રહ્યો છે.
Wherever he goes… 💗 pic.twitter.com/m6CU6FOc8w
— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2024