ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરે ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ગુજરાત ટાઇટન્સ (GT) સાથે અદભૂત પુનરાગમન કર્યું. આ સિઝનમાં તે બેટથી શાનદાર ફોર્મમાં છે. જોકે, શંકરને બોલિંગ કરવાની હજુ તક મળી નથી.
વિજય શંકરે અત્યાર સુધી ચાલી રહેલી IPL 2023માં 165ના સ્ટ્રાઈક રેટથી 6 મેચમાં 199 રન બનાવ્યા છે, અને ગુજરાત ટાઇટન્સ (GT)ને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રાખવામાં મદદ કરી છે. હાલમાં, ગુજરાત ટાઇટન્સ (GT) 12 પોઈન્ટ સાથે IPL 2023 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
તમને જણાવી દઈએ કે, શંકરે અણનમ અડધી સદી ફટકારીને ગુજરાત ટાઇટન્સ (GT) ને 29 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે 7 વિકેટથી જીત અપાવવામાં મદદ કરી હતી. આ મેચ પછી, જ્યારે ભારતીય ઓલરાઉન્ડરને રાષ્ટ્રીય ટીમમાં વાપસી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પ્રામાણિકપણે કહ્યું કે તે આ વિશે બિલકુલ વિચારી રહ્યો નથી, અને માત્ર ચાલી રહેલી IPL 2023માં તેની રમતનો આનંદ માણી રહ્યો છે.
વિજય શંકરે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી એ અત્યારે મારા માટે બહુ દૂરની વાત છે. હું ખરેખર તેના વિશે માનસિક રીતે વિચારતો નથી. જો હું મારી ટીમ માટે મેચ જીતી શકું તો તે મારા માટે ખૂબ જ સંતોષની વાત હશે. મારી ટીમની જીતમાં યોગદાન આપીને મને ઘણો આનંદ થાય છે. ક્રિકેટ આપણને ગમતી વસ્તુ છે, તેથી જ આપણે રમવાનું ચાલુ રાખીએ છીએ. મારી પાસે કોઈ અપેક્ષા નથી, હું માત્ર મારા ક્રિકેટનો આનંદ લેવા માંગુ છું.
તમને જણાવી દઈએ કે, વિજય શંકર છેલ્લે 2019 ODI વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યા હતો.