IPL

ટી-20માં કોહલીએ પોતાની નવમી સદી ફટકારી, બાબર અને ગેલથી પાછળ

pic- mykhel

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ આ સિઝનની પ્રથમ સદી અને તેની IPL કારકિર્દીની 8મી સદી ફટકારી હતી.

તેણે 72 બોલમાં 113 રન બનાવ્યા અને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં RCBના કુલ રનમાંથી 38 ટકા તેના બેટમાંથી આવ્યા છે. કોહલીએ પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સદીની મદદથી તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.

IPLમાં સૌથી વધુ સદી:

8- વિરાટ કોહલી
6-ક્રિસ ગેલ
5- જોસ બટલર
4- કેએલ રાહુલ
4- ડેવિડ વોર્નર

IPLમાં 8 સદી ફટકારવા ઉપરાંત વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં T-20માં પણ સદી ફટકારી છે. આ રીતે ટી-20માં કોહલીની કુલ સદીની સંખ્યા 9 થઈ ગઈ છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ સદીઓની યાદીમાં કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ ક્લિંજરને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવી ગયો છે. તેનાથી આગળ પાકિસ્તાનનો બાબર આઝમ 11 સદી સાથે અને ક્રિસ ગેલ 22 સદી સાથે છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી:

ક્રિસ ગેલ- 22
બાબર આઝમ- 11
વિરાટ કોહલી- 9
માઈકલ ક્લિન્ગર – 8

Exit mobile version