રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2023ના પ્લેઓફમાંથી બહાર રહી ગઈ છે. આ સાથે તેનું ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. વિરાટ કોહલીએ આ સિઝનમાં સતત 2 સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે અણનમ સદી ફટકારવા છતાં તેની ટીમનો પરાજય થયો હતો. અને હવે કોહલીનું દર્દ ઓસર્યું છે. ટ્વીટ દ્વારા ચાહકોની સામે પોતાની વાત રાખતા તેણે આગામી સિઝનમાં વાપસીની આશા વ્યક્ત કરી હતી.
કોહલીએ કહ્યું કે ટીમ IPL 2023માંથી નિરાશાજનક બહાર થયા બાદ આગામી સિઝનમાં મજબૂત પુનરાગમન કરવાનું લક્ષ્ય રાખશે. કોહલીએ તસવીરો સાથે ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું, “એવી સિઝન જેમાં પળો હતી પરંતુ કમનસીબે અમે લક્ષ્ય ચૂકી ગયા. નિરાશ થયા પરંતુ આપણે માથું ઊંચું રાખવું જોઈએ. હું ટીમના વફાદાર સમર્થકોનો આભારી છું. હું અમારી ટીમ, કોચ, મેનેજમેન્ટ અને સાથી ખેલાડીઓનો આભાર માનું છું. આભાર પણ કહેવા માંગીએ છીએ. અમે આગલી વખતે વધુ મજબૂત પાછા આવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
બીજી બાજુ, RCBના સુકાની ફાફ ડુ પ્લેસિસ, જેઓ હાલમાં IPL 2023ના ઓરેન્જ કેપ ધારક છે, તેમના સમર્થન માટે ચાહકોનો આભાર માન્યો અને પ્લેઓફ માટે અન્ય ટીમોને શુભેચ્છા પાઠવી.
A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn
— Virat Kohli (@imVkohli) May 23, 2023

