પૃથ્વી શોએ શિવમ માવીની પહેલી ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા….
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગ તેની કારકિર્દી દરમિયાન વિસ્ફોટક શૈલી માટે જાણીતો હતો. તે ઇનિંગની શરૂઆત એવી રીતે કરતા કે વિરોધી ટીમના બોલરો પણ ગભરાઈ ગયા. સેહવાગે એક સમયે વનડેમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે બે ટ્રીપલ સદી છે. તેની કારકિર્દી દરમિયાન અને ઘણા રેકોર્ડ્સ આ આકર્ષક ખેલાડીએ પોતાના નામે કર્યા છે.
પરંતુ ગુરુવારે રાત્રે પૃથ્વી શોની ઇનિંગ જોયા બાદ સેહવાગને એક ઓવરમાં 6 ચોગ્ગા અથવા 6 છગ્ગા લગાવવાનું દુખ થયો. સેહવાગે કહ્યું કે તેણે આ કરવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ તે ક્યારેય તેમાં સફળ થઈ શક્યો નહીં.
6 બોલમાં 6 ચોગ્ગા ફટકારવું સરળ નથી, દરેક બોલ સંપૂર્ણ ગેપમાં જાય છે કે પ્લેયરની ઉપર જાય છે. એમ તો મે પણ વિચાર્યું હતું કે હું પણ મારી શકીશ પણ કેટલીક વખત 18 રન તો ક્યારેક 20 રન. હું ક્યારેય પહોંચી શક્યો નહીં.
પૃથ્વી શોએ શિવમ માવીની પહેલી ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. શોએ મેચ બાદ એમ પણ કહ્યું કે તે માવી સાથે 4-5 વર્ષથી રમી રહ્યો છે અને તે જાણતો હતો કે તે તેને ક્યાં બોલ કરશે.

