22 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે પણ આઈપીએલમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. તે આ લીગના ઈતિહાસમાં 200 વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર પણ બન્યો છે.
તેની ખાસ સિદ્ધિ બાદ લખનૌ સુપરજાયન્ટ્સના સ્પિનર અમિત મિશ્રાએ પણ ચહલને અભિનંદન પાઠવ્યો હતો પરંતુ આ દરમિયાન તે તેની મજા લેતા જોવા મળ્યો હતો.
અનુભવી લેગ સ્પિનર ચહલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચની આઠમી ઓવરમાં મોહમ્મદ નબીને આઈપીએલનો પોતાનો 200મો શિકાર બનાવ્યો હતો.
ચહલની આ સિદ્ધિ બાદ લખનૌ સુપર જાયન્ટ્સે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જ્યાં 41 વર્ષીય મિશ્રાએ કહ્યું કે જો તેને ફરીથી રમવા મળશે તો તે ચહલનો રેકોર્ડ તોડી દેશે.
આ વીડિયોમાં મિશ્રા કહે છે, “હે યુજી (યુઝવેન્દ્ર ચહલ), હું તારી 200 વિકેટ માટે ખૂબ જ ખુશ છું, તમે મને પાછળ છોડી દીધી કારણ કે હું નથી રમી રહ્યો. તમે આગળ વધી ગયા છો અને હું આશા રાખું છું કે તેને સ્વસ્થ રાખો.”
Yuzi bhai peeche toh dekho 🫵😂 pic.twitter.com/Q8z6g1tYGv
— Lucknow Super Giants (@LucknowIPL) April 22, 2024
