IPL

જુઓ: સૂર્યકુમાર-રોહિત સહીત મુંબઈના ખિલાડીઓ ગીત ગાતા નજરે પડ્યા

Pic- Latestly

IPL 2023ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફની ટિકિટ બુક કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. પ્લેઓફની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપરજાયન્ટ્સ સામે થશે.

મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઓફમાં પહોંચ્યા બાદ ખેલાડીઓનો સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ સહિત મુંબઈના કેટલાક ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં સૂર્ય કુમાર યાદવ, રોહિત શર્મા ગીત ગાવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન નેહલ બધેરા સહિત કેટલાક અન્ય સ્ટાફ મેમ્બર્સ હાજર છે. બધા ખેલાડીઓ ગીત ગાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Exit mobile version