IPL

આઇપીએલ: જુવો મુંબઈનો ખતરનાક ખિલાડી કિરોન પોલાર્ડનો નેટ પરનો અભ્યાસ

પોલાર્ડને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર વિવિધ શોટ રમતો એક વીડિયો મૂક્યો છે…

શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સના આક્રમક ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે પ્રથમ વખત પ્રેક્ટિસ કરી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયને ગુરુવારે પોલાર્ડને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર વિવિધ શોટ રમતો એક વીડિયો મૂક્યો છે.

લાંબા સમયથી મુંબઇ ઈન્ડિયન્સની ટીમ સાથે સંકળાયેલા પોલાર્ડ (3023 રન) કેપ્ટન રોહિત શર્મા (5230 રન) પછી ટીમનો સૌથી સફળ બેટ્સમેન છે. પોલાર્ડે 60 વિકેટ પણ લીધી છે. પોલાર્ડના નામ પર મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 198 સિક્સર નોંધાયેલા છે, જે રોહિતના 213 સિક્સરો પછી બીજા સૌથી વધુ સિક્સર છે.

Exit mobile version