આ જીતની સાથે જ મુંબઈની ટીમે પ્લે ઓફમાં પોતાનું સ્થાન લગભગ પુષ્ટિ કરી લીધી છે….
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન (આઈપીએલ 2020) ની 48 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આરસીબી ને 5 વિકેટથી હરાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈ માટેની આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર 43 બોલમાં 79 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. સૂર્યકુમાર યાદવે પોતાની ઇનિંગ્સની ખાસ રીતે ઉજવણી કરી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મેચમાં સૂર્યકુમાર યાદવ સર્વશ્રેષ્ઠ લયમાં જોવા મળ્યો હતો અને તેણે આરસીબી બોલરો સામે ખૂબ આક્રમક બેટિંગ કરી હતી. તેની 79 અણનમ ઇનિંગ્સમાં સૂર્યકુમારે 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને એક છેડો પકડ્યો હતો. સૂર્યકુમાર યાદવ આરસીબી વિરુદ્ધ રમવામાં આવેલી આ ઇનિંગને ‘મૈં હૂ ના’ ની શૈલીમાં ઉજવતા દેખાયા અને તેણે ડ્રેસિંગ રૂમ તરફ ઇશારો કરીને પોતાની ઇનિંગ્સની ઉજવણી કરી. સૂર્યકુમાર યાદવની આ શૈલીને લોકો ખૂબ પસંદ કરે છે.
That’s that from Match 48 as @mipaltan win by 5 wickets.@surya_14kumar with an unbeaten 79.
Scorecard – https://t.co/XWqNw97Zzc #Dream11IPL pic.twitter.com/ESHhCYRBik
— IndianPremierLeague (@IPL) October 28, 2020

