IPL

જુઓ વીડિયો: 14 મહિના બાદ ફરત ફર્યો દિલ્હી કેપિટલ્સનો તુફાની હીરો

Pic- wisdom

ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. ટીમનો દિગ્ગજ વિકેટકીપર 14 મહિના બાદ વાપસી કરી રહ્યો છે. રિષભ પંતને બીસીસીઆઈ દ્વારા આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ એડિશનમાં રમવા માટે યોગ્ય જાહેર કરાયા બાદ તે દેશભરમાં ચર્ચામાં છે.

તે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે અને વિકેટકીપર-બેટ્સમેન તરીકે પણ રમશે. ડિસેમ્બર 2022માં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. 2023 IPL પણ રમી શક્યો નથી. દિલ્હી કેપિટલ્સે આ વીડિયો શેર કરીને ચાહકોને ભાવનાત્મક અપીલ કરી છે.

આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે તેમના કેપ્ટન પંતનું અનોખા રીતે સ્વાગત કર્યું છે અને તેને એક બાળક દ્વારા સ્પેશિયલ જર્સી મોકલી છે. કેપ્શનમાં લખ્યું હતું, ‘તમને ખૂબ યાદ કર્યું’. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવા ખેલાડીની વાપસી જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

દિલ્હી કેપિટલ્સના પ્રિ-સીઝન પ્રેક્ટિસ કેમ્પમાં જોડાવા વિશે વાત કરતાં પંતે કહ્યું, ”હું દિલ્હી કેપિટલ્સ અને IPLમાં પરત ફરવા માટે ઉત્સાહિત છું. આ એક એવી ટુર્નામેન્ટ છે જે રમવાની મને સંપૂર્ણ મજા આવે છે. અમારી ટીમના માલિકો અને સપોર્ટ સ્ટાફે મને શરૂઆતથી જ સંપૂર્ણ સમર્થન આપ્યું છે, જેના માટે હું ખૂબ જ આભારી છું. તેણે કહ્યું, “હું મારા પરિવાર અને દિલ્હી કેપિટલ્સના પ્રશંસકોની સામે રમવા માટે ઉત્સુક છું.”

Exit mobile version