IPL

પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલે વિકેટ લીધી, કોણ છે અશ્વની કુમાર?

Pic- revsportz

IPL 2025માં, સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે અશ્વિની કુમારે ડેબ્યૂ કર્યું હતું. અશ્વિની કુમારે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લીધી અને અજિંક્ય રહાણેને પોતાનો પહેલો શિકાર બનાવ્યો. આ ઉપરાંત, તેણે આ મેચમાં રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલને પણ પોતાના શિકાર બનાવ્યા.

કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ્સ દરમિયાન ચોથી ઓવરમાં અશ્વિની કુમારને બોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે આ ઓવરના પહેલા જ બોલ પર અજિંક્ય રહાણેને ફસાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

અશ્વિની કુમાર IPLના ઇતિહાસમાં પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા બોલ પર વિકેટ લેનાર દસમો બોલર બન્યો છે. અલી મુર્તઝા, અલઝારી જોસેફ અને ડેવાલ્ડ બ્રેવિસ પછી મુંબઈ ઈન્ડિયન્સ માટે આવું કરનાર તે ચોથો બોલર છે.

આ પછી, અશ્વિની કુમારે પણ 11મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી. તેણે આ ઓવરમાં રિંકુ સિંહ અને મનીષ પાંડેને પેવેલિયન મોકલી દીધા. આ પછી પણ અશ્વિની કુમાર અટક્યા નહીં અને તેમણે 13મી ઓવરમાં વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલને પોતાનો શિકાર બનાવ્યો.

Exit mobile version