મુકેશ અંબાણીના નાના પુત્ર એટલે કે અનંત અંબાણીએ તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના ઉદયપુરની એક લક્ઝરી હોટલમાં બંનેએ એકબીજાના હાથમાં વીંટી પહેરી હતી.
જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ.
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની મિત્રતા ઘણી જૂની છે. બંને કપલના બાળપણના મિત્રો છે. બીજી તરફ, રાધિકા મર્ચન્ટ દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી છે. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે.
રાધિકાના પ્રારંભિક શિક્ષણ વિશે વાત કરીએ તો, તેણે મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે વર્ષ 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા. તેને અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તે ભારત પરત આવી અને ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન અને દેસાઈ અને દિવાનજી જેવી કંપનીઓમાં ઈન્ટર્નશીપ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ, તેણીએ મુંબઈની એક રિયલ એસ્ટેટ કંપની ઈસ્પ્રવા ખાતે જુનિયર સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું અને ત્યારથી તે તેના પિતાના વ્યવસાયનું સંચાલન કરી રહી છે.
Anant Ambani to wed Radhika Merchant
The engagement ceremony of Radhika Merchant, daughter of Shaila and Viren Merchant and Anant Ambani, son of Nita and Mukesh Ambani was performed at the Shrinathji Temple at Nath Dwara today.
Congratulations. pic.twitter.com/A3YEcSQauC
— Neeraj Bajpai (@NeerajCNBC) December 29, 2022