
માર્કોએ અત્યાર સુધીમાં ફક્ત 12 પ્રથમ વર્ગની મેચ રમી છે..
આપીએલ 2021ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો છે. પાંચ વખતની વિજેતા ટીમે પહેલી મેચમાં પ્રતિભાશાળી ખેલાડીને તક આપી દીધી છે. આ ખેલાડીની ઉંમર 20 વર્ષ છે અને તે છ ફૂટ આઠ ઇંચની ઊચાઈએ છે. દક્ષિણ આફ્રિકાથી આવતા આ ખેલાડીનું નામ માર્કો યાનસન છે.
આઈપીએલ 2021ની હરાજીમાં મુંબઇએ 20 લાખના બેઝ પ્રાઈઝ પર યાનસનને ઝડપી લીધો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજી ઉભરતું નામ છે. પરંતુ મુંબઈની ટીમ બે વર્ષથી આ યુવાન બોલર પર નજર રાખી રહી હતી.
ટીમના માલિક આકાશ અંબાણીએ યાનસન પર બેટ્સ લગાવવાનું કહ્યું હતું, તેમની સ્કાઉટ ટીમ આ ખેલાડીને જોઈ રહી હતી. તે પછી ક્વિંટન ડિ કોકની પણ વાત કરવામાં આવી હતી.
આકાશે કહ્યું હતું કે ‘અમે બે વર્ષથી માર્કો પર નજર રાખીએ છીએ. અમારી પાસે આંતરરાષ્ટ્રીય સ્કાઉટ પ્રોગ્રામ છે. અમે તેને નાની ઉંમરેથી શોધી રહ્યા હતા. આ વર્ષે તે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં હતો જે પાકિસ્તાન પ્રવાસ પર ગયો હતો. માર્કો યાન્સન ઝડપી બોલિંગ સાથે સારો લોઅર ઓર્ડર બેટ્સમેન પણ છે.
માર્કોએ અત્યાર સુધીમાં ફક્ત 12 પ્રથમ વર્ગની મેચ રમી છે, પરંતુ તેણે 37ની ઉત્તમ સ્ટ્રાઇક રેટ અને 20.5ની ઉત્તમ સરેરાશ સાથે 52 વિકેટ લીધી છે. આટલું જ નહીં, તેના ખાતામાં 2 અર્ધસદી પણ શામેલ છે માર્કોએ ફક્ત 4 ટી 20 મેચ રમી છે, જેમાં તેને 2 વિકેટ મળી છે. જ્યારે 13 લિસ્ટ એ મેચોમાં 16 વિકેટ લીધી છે.
