ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ પોતાની ફિનિશિંગ સ્ટાઇલ માટે જાણીતા છે. આઈપીએલ 2021ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં આ જોવા મળ્યું હતું, જ્યાં તેણે છેલ્લી ઓવરમાં ટીમને જીત તરફ દોરી હતી. આ જોઈને વિરાટ કોહલી પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના પ્રથમ ક્વોલિફાયરમાં ધોનીએ દિલ્હી સામે છેલ્લી ઓવરમાં સતત ચાર ચોગ્ગા ફટકારીને ટીમને 2 બોલ બાકી રાખીને 4 વિકેટથી જીતી લીધી હતી. જીત સાથે, CSK IPL 2021ની ફાઇનલમાં પહોંચ્યું. ધોનીએ વિનિંગ ફોર ફટકારતા જ વિરાટ કોહલીએ એક ટ્વીટ કર્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું. RCBના કેપ્ટન વિરાટે ધોનીની પ્રશંસા કરતા ટ્વિટમાં લખ્યું હતું, પરંતુ પછી થોડીવારમાં તેને ડિલીટ કરી દીધું. જો કે, વિરાટે ફરી એકવાર ધોનીની પ્રશંસા કરતા બીજું પણ ટ્વિટ કર્યું હતું.
Virat Kohli deleted his previous tweet just because of he did not add “Ever” (MS Dhoni Greatest Finisher Ever in the game). – Shows The Purest Bond In Cricket, The mutual Respect. pic.twitter.com/Z2ZRmi52wP
— CricketMAN2 (@man4_cricket) October 10, 2021
વાસ્તવમાં વિરાટ કોહલી પ્રથમ ટ્વિટમાં એક શબ્દ લખવાનું ભૂલી ગયો હતો, જેના કારણે તેણે પહેલા તે ટ્વીટ ડિલીટ કર્યું અને પછી બીજું ટ્વિટ લખ્યું. વિરાટે ટ્વિટર પર લખ્યું, ‘રાજા પાછો આવ્યો છે, રમતનો સૌથી મહાન ફિનિશર, આજે રાત્રે તમે મને મારી સીટ પરથી કુદવામાં મજબૂર કરી નાખ્યો.’
જો કે, આ ટ્વિટમાં વિરાટ કોહલી લખવાનું ભૂલી ગયા હતા કે આજ સુધીની રમતનો સૌથી મહાન ફિનિશર અને આ ભૂલને સુધારીને તેણે આગળની ટ્વિટ કરી.

