IPL

ચેતેશ્વર પૂજારા સીએસકે માટે ઓપનીંગ કરશે? જુવો શું આપ્યું ધોનીએ સત્તાવાર કીટમાં

આ વખતે તેની પાસે ટી 20 ફોર્મેટમાં પણ પોતાને સાબિત કરવાની સારી તક મળશે…

લગભગ સાત વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરી રહેલા ચેતેશ્વર પૂજારાને ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સની સત્તાવાર કીટ સોંપવામાં આવી હતી. જે બાદ પુજારાએ તેના ટ્વિટર હેન્ડલ પર એક ખાસ સંદેશ લખ્યો હતો, જેમાં ધોની અને કિટ સાથે ફોટા શેર કર્યા હતા. સીએસકે ટીમે આઇપીએલ 2021 ની હરાજીમાં 50 લાખના બેઝ પ્રાઈસ માટે પૂજારાને લીધો છે. પૂજારાને ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે તેની પાસે ટી 20 ફોર્મેટમાં પણ પોતાને સાબિત કરવાની સારી તક મળશે.

પૂજારાએ તેના ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં ધોની તેને ચેન્નાઈ સુપર કિંગ્સની કિટ આપતો નજરે પડે છે. પૂજારાએ આ તસવીર શેર કરતા લખ્યું કે, ‘મહેન્દ્રસિંહ ધોની ભાઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ફેમિલી તરફથી ઓફિશિયલ કીટ મેળવીને હું ઉત્સાહિત અને સન્માનિત છું. આ સિઝનમાં વધુ સારું કરવા માટે આગળ જોઈ રહ્યા છીએ.

પૂજારાએ છેલ્લે 2014 માં આઈપીએલમાં રમ્યો હતો, ત્યારથી કોઈ પણ ટીમે આ ભારતીય બેટ્સમેનને લેવામાં રસ દાખવ્યો નથી.

Exit mobile version