હાલમાં બીસીસીઆઈએ આઈપીએલને લઈને ફ્રેન્ચાઈઝી સાથે બેઠક કરી હતી. કેટલાક ટીમ માલિકોએ વ્યક્તિગત રીતે ચર્ચામાં ભાગ લીધો હતો જ્યારે અન્યોએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
આ મીટિંગ બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. જોકે હજુ સુધી મુંબઈ તરફથી કઈક વાતની પુષ્ટિ નથી થઈ.
અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિલીઝ કરી શકે છે. IPL 2024 પહેલા, હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ફરીથી સામેલ કરવામાં આવ્યો હતો, તેણે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લીધી હતી. આ ફેરફાર છતાં ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. હવે એવું લાગી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ આગામી સિઝન પહેલા હાર્દિક પંડ્યાને રિલીઝ કરવાનું વિચારી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને ટીમમાં જાળવી રાખવા માંગે છે. સૂર્યકુમાર હવે ટી-20માં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે, તેથી તે ટીમના કેપ્ટનની ભૂમિકા નિભાવી શકે છે. આ પગલાથી રોહિત શર્માને સૂર્યકુમારના નેતૃત્વમાં આરામથી રમવાની તક મળશે. ફ્રેન્ચાઇઝી IPL 2025 માટે તિલક વર્મા પર પણ દાવ લગાવી શકે છે.
દર ત્રણ વર્ષે, IPL એક મોટી હરાજીનું આયોજન કરે છે જેમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકે છે. જોકે, એવા અહેવાલો છે કે આ વર્ષે આ સંખ્યા વધીને પાંચ ખેલાડીઓ થઈ શકે છે. જોકે BCCI અથવા IPL દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આવા ફેરફારો ટીમની વ્યૂહરચના પર નોંધપાત્ર અસર કરી શકે છે.
🚨🔴 Big Breaking News
Hardik Pandya is set to be released from Mumbai Indians. Suryakumar Yadav to be announced as new Captain. pic.twitter.com/5M3nPeaNuu
— Selfless⁴⁵ (@SelflessRohit) August 3, 2024
