IPL

શ્રેણી મુલતવી થતા આ દેશના ખેલાડીઓ IPLની 14મી સીઝનમાં સામેલ થશે

સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે…

19 સપ્ટેમ્બરથી ફરી એક વખત IPL શરૂ થઈ રહી છે. આઈપીએલની બાકીની મેચો આ વખતે યુએઈમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પુષ્ટિ કરી છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ IPLના બીજા તબક્કામાં સામેલ થશે. ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની શ્રેણી મુલતવી રાખ્યા બાદ હવે આઇપીએલ માટે ઇંગ્લેન્ડના ખેલાડીઓ હાજર રહેશે.

ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાના હતા. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ના ચીફ એક્ઝિક્યુટિવ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું છે કે બોર્ડ ટી-20 વર્લ્ડ કપ બાદ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીને ફરીથી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સૂત્રોએ જણાવ્યું કે, બીસીસીઆઈને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી ઈંગ્લિશ ખેલાડીઓને આઈપીએલમાં જોડાવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.

IPLની 14મી સીઝનની બાકીની 31 મેચ 27 દિવસમાં રમાશે. કોવિડ -19ના વધતા જતા કેસો અને ઘણા ખેલાડીઓનો પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ તેને મે મહિનામાં મુલતવી રાખવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.

Exit mobile version