IPL

ધોનીને તેની 200મી IPL મેચ જીતની ભેટ આપવા માંગુ છું: રવિન્દ્ર જાડેજા

Pic= The Indian Express

અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બુધવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીને તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે 200મી મેચ જીતવામાં મદદ કરશે તેવી આશા રાખશે.

ચાર વખતની IPL ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ બુધવારે અહીં ચેપોક મેદાન પર IPL સિઝન વનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ચેન્નાઈના કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ હશે.

મેચની પૂર્વ સંધ્યાએ આ વિશે પૂછતાં જાડેજાએ કહ્યું કે, હું શું કહું. તે માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સના જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટના પણ દિગ્ગજ છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. આશા છે કે અમે મેચ જીતીશું. કેપ્ટન તરીકેની 200મી મેચમાં ધોનીને જીતની ભેટ આપવાનો પ્રયાસ કરશે. આશા છે કે, અમે છેલ્લી બે મેચમાં જે રીતે રમ્યા તે રીતે અમે લય ચાલુ રાખીશું.”

Exit mobile version