IPL

યશસ્વી જયસ્વાલે IPL 2023માં કર્યું આ મોટું કારનામું, બન્યો પ્રથમ ખેલાડી

Pic- BJSports

ગુરુવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે રમેલી ઈનિંગ્સની બધાએ પ્રશંસા કરી. મુશ્કેલ પિચ પર યશસ્વીએ 150 રનનો ટાર્ગેટ ખૂબ જ આસાન બનાવ્યો હતો.

તેણે 47 બોલમાં 13 ચોગ્ગા અને 5 આકાશી છગ્ગાની મદદથી 98 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 13 બોલમાં IPLના ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી. યશસ્વી ભલે તેની બીજી IPL સદી 2 રનથી ચૂકી ગયો હોય, પરંતુ તેણે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા.

આમાંનો એક રેકોર્ડ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો છે. 150 રનના ટાર્ગેટનો પીછો કરતા યશસ્વી જયસ્વાલે પહેલી જ ઓવરમાં 26 રન ફટકારીને રાજસ્થાન રોયલ્સને ઝડપી શરૂઆત અપાવી હતી. આ પહેલા આ રેકોર્ડ દિલ્હી કેપિટલ્સના પૃથ્વી શોના નામે હતો, તેણે 2021માં KKRના પોતાના ફાસ્ટ બોલર શિવમ માવીની પ્રથમ ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકારીને 24 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમે રાજસ્થાન સામે જીત માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેંકટેશ અય્યરે સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે ચહલે ઐતિહાસિક પ્રદર્શન કરતા 4 વિકેટ લીધી. આ શાનદાર પ્રદર્શન બાદ ચહલને પર્પલ કેપ મળી અને તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો.

રાજસ્થાન રોયલ્સે આ લક્ષ્ય માત્ર 13.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. યશસ્વી જયસ્વાલે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 98 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન યશસ્વીએ 13 બોલમાં અડધી સદી પણ ફટકારી હતી, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી છે.

Exit mobile version