IPL

6 વર્ષ બાદ IPLમાં વાપસી કરવા તૈયાર યુવરાજ સિંહ, આ ટીમ સાથે જોડાશે

Pic- crictracker

IPL 2025ની મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુખ્ય કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી ગુજરાત ટાઇટન્સથી અલગ થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ટીમનો આગામી મુખ્ય કોચ બની શકે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ટીમના માર્ગદર્શક ગેરી કર્સ્ટન પહેલાથી જ ટીમથી અલગ થઈ ચૂક્યા છે.

સ્પોર્ટ્સ18 એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે આવનારા સમયમાં ગુજરાત ટાઇટન્સમાં ઘણા ફેરફારો થઈ શકે છે. આશિષ નેહરા અને વિક્રમ સોલંકી ટીમ છોડી શકે છે. આ સિવાય યુવરાજ સિંહ ટીમના આગામી મુખ્ય કોચ બની શકે છે. જીટીના વર્તમાન કોચિંગ સ્ટાફમાં આશિષ કપૂર, નઈમ અમીન, નરેન્દ્ર નેગી અને મિથુન મનહાસનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોએ પોતાના માટે નવા વિકલ્પો પણ શોધવાનું શરૂ કરી દીધું છે.

એક ખેલાડી તરીકે યુવરાજ સિંહનો સીમિત ઓવરોમાં રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ભારતને T20 વર્લ્ડ કપ 2007 અને 2011 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે IPLમાં પણ ઘણી મોટી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. તે IPLમાં મુંબઈ, હૈદરાબાદ, RCB, હૈદરાબાદ, દિલ્હી અને પૂણે તરફથી રમી ચૂક્યો છે. તેની પાસે આઈપીએલનો ઘણો અનુભવ છે. આ રીતે તે આશિષ નેહરાની ખાલીપો ભરી શકે છે.

શુભમન ગિલ હાલમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. તેણે યુવરાજ સિંહની દેખરેખમાં પોતાની રમત પર ઘણું કામ કર્યું છે. આ સિવાય ગિલ પોતે પણ ઘણી વખત પોતાની સફળતાનો શ્રેય યુવરાજ સિંહને આપી ચૂક્યો છે. આવી સ્થિતિમાં આ બંને IPLમાં હલચલ મચાવી શકે છે.

Exit mobile version