રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બુધવારે (10 એપ્રિલ) જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચમાં ખાસ રેકોર્ડ બનાવવાની તક મળશે. ચહલનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેણે 4 મેચમાં પોતાના ખાતામાં 8 વિકેટ લીધી છે.
જો ચહલ આ મેચમાં 5 વિકેટ લે છે તો તે IPL ઈતિહાસમાં 200 વિકેટ લેનારો પ્રથમ બોલર બની જશે. ચહલે 149 મેચની 148 ઇનિંગ્સમાં 195 વિકેટ લીધી છે, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 40 રનમાં 5 વિકેટ છે.
જો તે 4 વિકેટ લેશે તો તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં મોહમ્મદ નબી (345) અને શાહિદ આફ્રિદી (347)ને પાછળ છોડીને 11માં સ્થાને પહોંચી જશે. ચહલે આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે, અત્યાર સુધી તેણે 294 મેચની 291 ઇનિંગ્સમાં 344 વિકેટ લીધી છે.
ચહલની આઈપીએલ કારકિર્દીની આ 150મી મેચ હશે. તે IPLમાં 150 કે તેથી વધુ મેચ રમનાર 26મો ખેલાડી બનશે. ચહલે 2013માં આઈપીએલની શરૂઆત કરી હતી અને રાજસ્થાન પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પણ ભાગ હતો.
તમને જણાવી દઈએ કે IPLની વર્તમાન સિઝનમાં રાજસ્થાનની ટીમ એક પણ મેચ હારી નથી. ચાર મેચમાં ચાર જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે ગુજરાત પાંચ મેચમાં 2 જીત સાથે સાતમા સ્થાને છે.