IPL

ચહલનો સંકલ્પ: દારૂ છોડીને કારકિર્દીને નવી દિશા પર લઈ જવા માંગુ છું

Pic- midday

IPL 2026 પહેલા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની વ્યક્તિગત જિંદગી વિશે એક મોટું ખુલાસું કર્યું છે. એબી ડી વિલિયર્સના યુટ્યુબ શોમાં વાત કરતાં ચહલે સ્વીકાર્યું કે એક સમયે તે વધારે પ્રમાણમાં દારૂ પીતા હતા, પરંતુ હવે તેઓ છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણપણે દારૂથી દૂર રહ્યા છે.

ફિટનેસ માટે લીધો મોટો નિર્ણય:
ચહલે કહ્યું કે, IPL 2026 માટે પોતાની ફિટનેસ સુધારવા તેમણે આ મોટો નિર્ણય લીધો છે. હવે તે પોતાના પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે.
ચહલએ કહ્યું, હવે મારી ઉંમર 35 વર્ષની થઈ ગઈ છે, તેથી ફિટનેસ પર વધારે ધ્યાન આપવું પડે છે. હું મારી ટીમ માટે 150% આપવું છું અને યુવા ખેલાડીઓ માટે એક ઉદાહરણ બનવું છું.’

IPLમાં કમબેક પર ફોકસ:
IPLમાં ચહલ પંજાબ કિંગ્સ માટે રમતા જોવા મળશે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરવા માટે પણ સતત મહેનત કરી રહ્યા છે.

ગયા સીઝન વિશે શું કહ્યું?
ચહલે ગયા સીઝન અંગે વાત કરતાં કહ્યું કે જો માર્કો જેન્સેન ફાઈનલમાં હાજર હોત, તો ટીમ જીત મેળવી શકતી. તેના મતે, જેન્સેનની બોલિંગ અને નીચલા ક્રમમાં બેટિંગ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી.

ફાઈનલમાં હાર:
IPL 2025ની ફાઈનલમાં PBને RCB સામે માત્ર 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે, ચહલનો આ બદલાવ માત્ર તેમની વ્યક્તિગત જિંદગીમાં નહીં પરંતુ તેના ક્રિકેટ કારકિર્દી માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Exit mobile version