ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ વર્ષના અર્જુન એવોર્ડ માટે ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ કરી છે. આ 33 વર્ષીય ફાસ્ટ બોલરે તાજેતરમાં પૂર્ણ થયેલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCIએ શમીનું નામ યાદીમાં સામેલ કરવા માટે ખાસ વિનંતી કરી હતી. અગાઉ તેનું નામ દેશના બીજા સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નોમિનેટ થયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ નહોતું.
શમીએ વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે માત્ર સાત મેચમાં 24 વિકેટ લીધી હતી. પ્રથમ ચાર મેચમાંથી બહાર રહ્યા બાદ જ્યારે શમીને તક મળી ત્યારે તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. હવે તે દક્ષિણ આફ્રિકા સામે આગામી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રમી શકે છે.
રમતગમત મંત્રાલયે આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ નક્કી કરવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએમ ખાનવિલકર આ સમિતિનું નેતૃત્વ કરશે.
Mohammed Shami has been recommended for the Arjuna Award.
– The rise of Shami…!!!! 🫡 pic.twitter.com/BSDqGRt8ZS
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2023