ભારત પ્રવાસ પર આવેલી દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મિલરની ખાસ ચાહક એની 8 ઓક્ટોબરે અવસાન થયું.
એની મિલરની ખૂબ નજીક રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી આપી છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે તે આ નાની બાળકી સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. એક નાનકડા વીડિયોની સાથે મિલરે લખ્યું, ‘મારી પ્રિય રાજકુમારીને RIP, હું તને મિસ કરીશ’.
મિલરનો આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું હતું કે તે તેની દીકરી છે પરંતુ એવું નથી. આ મિલરની સૌથી ખાસ અને મહાન એની હતી. એની કેન્સર સામે ઝઝૂમી રહી હતી. મિલરે વીડિયો સાથે વધુ વિગતો શેર કરી નથી. ડેવિડ મિલર ત્રણ T20I અને ઘણી ODI શ્રેણી માટે ભારતીય પ્રવાસ પર આવ્યો છે. દક્ષિણ આફ્રિકાનો આ મિડલ ઓર્ડર બેટ્સમેન ભારત સામે શાનદાર ફોર્મમાં છે. તેણે ટી20 સિરીઝની બીજી મેચમાં પણ અણનમ 106 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેણે ભારત સામેની પ્રથમ વનડેમાં પણ અણનમ 75 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત નોંધાવી હતી અને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.
View this post on Instagram