ભારતીય ક્રિકેટ ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે લડી રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની રમત પૂરી થવા સુધી ચાર વિકેટ ગુમાવીને 288 રન બનાવી લીધા છે. આ મેચમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થતાની સાથે જ વિરાટ કોહલી 87 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સાથે વિરાટે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
વિરાટ કોહલી હવે સૌથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવનાર બેટ્સમેનોના મામલે વિશ્વમાં 5માં નંબર પર પહોંચી ગયો છે. પહેલા દિવસે 87 રન બનાવ્યા બાદ અણનમ રહેલા વિરાટના 25548 રન છે. તેણે જેક કાલિસને પાછળ છોડી દીધો છે, જેમના 25534 રન છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન:
સચિન તેંડુલકરે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 34357 રન બનાવ્યા છે.
કુમાર સંગાકારાના કુલ 28016 રન છે અને તે યાદીમાં બીજા નંબર પર છે.
આ યાદીમાં ત્રીજા નંબરે રિકી પોન્ટિંગ છે. તેના નામે 27483 રન છે.
આ યાદીમાં માહેલા જયવર્દને ચોથા નંબર પર છે. જયવર્દનેના નામે 25957 રન છે.
આ લિસ્ટમાં વિરાટ કોહલી 5માં નંબરે પહોંચી ગયો છે. વિરાટના નામે 25548 રન છે.
