LATEST

ટેસ્ટ મેચ પૂરી, હવે T20 અને ODIમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ટેસ્ટ મેચ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ લિમિટેડ ઓવરની મેચમાં ઈંગ્લેન્ડ સામે રમશે. બંને ટીમો વચ્ચે પહેલા T20 અને પછી ODI સિરીઝમાં મેચ થવાની છે.

પ્રથમ T20 મેચ ગુરુવારે 7 જુલાઈએ રમાશે. આ સીરીઝ શરૂ કરતા પહેલા જાણી લો તેનાથી જોડાયેલી મહત્વની વાતો.

T20 શ્રેણીની પ્રથમ અને છેલ્લી મેચ રાત્રે 11 વાગ્યે શરૂ થશે જ્યારે બીજી મેચ સાંજે 7 વાગ્યે રમાશે. બીજી તરફ જો ODI મેચોની વાત કરીએ તો પ્રથમ મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે જ્યારે બીજી અને ત્રીજી મેચ સાંજે 5.50 વાગ્યાથી રમાશે.

ભારતીય સમય અનુસાર આ શ્રેણીનું પૂર્ણ શેડ્યૂલ:

1લી T20 – 7 જુલાઈ – સાઉધમ્પ્ટન – રાત્રે 11

2જી T20 – 9 જુલાઈ – બર્મિંગહામ – સાંજે 7

3જી T20 10મી જુલાઈ – નોટિંગહામ – રાત્રે 11

1લી ODI – 12 જુલાઈ – બપોરે – લંડન બપોરે 3.30 વાગ્યે

2જી ODI – 14 જુલાઈ – લંડન સાંજે 5.30 વાગ્યે

ત્રીજી ODI – 17મી જુલાઈ – માન્ચેસ્ટર – સાંજે 5.30 કલાકે

પ્રથમ T20 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા, ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

2જી અને 3જી T20I ટીમો:

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવેશ કુમાર, અવિનેશ ખાન. હર્ષલ પટેલ, ઉમરાન મલિક

ઈંગ્લેન્ડ સામે ભારતની ODI ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિખર ધવન, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, પ્રણંદ કૃષ્ણ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

Exit mobile version