LATEST

ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચીને PM મોદીએ કરી આ વાતો, જુઓ

pic- hindustan

વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ભારતીય ખેલાડીઓ ક્ષોભિત થઈ ગયા હતા. મેચ બાદ વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી દરેક ભાવુક જોવા મળ્યા.ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમના બે મોટા ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ઘણી વાતચીત કરી હતી હવે તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ખેલાડીઓ સાથે વાત કરતા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે. જ્યારે પીએમ મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવ્યા ત્યારે તેઓ રવિન્દ્ર જાડેજા અને તમામ ખેલાડીઓને મળ્યા હતા. જાડેજા અને શમીએ પીએમ મોદીને મળ્યાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ હતી.

pic- hindustan

Exit mobile version