ઇશાંતે આ દરમિયાન કહ્યું છે કે જેટલું બનશે તે સમય તક પોતાની રમત ચાલુ રાખશે…
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વર્ષોની મહેનત બાદ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરવાથી પ્રેરાઈને ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ કહ્યું હતું કે જ્યારે તેમનું શરીર તેની સાથે હોય ત્યારે તે ઉચ્ચ-સ્તરની ક્રિકેટ રમશે. 31 વર્ષીય ખેલાડીએ 2007 માં ટેસ્ટ અને વનડે ડેબ્યૂ કર્યું હતું અને તે પછીના વર્ષે તેની પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે. ઇશાંતે એક નિવેદનમાં કહ્યું કે મને ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ પ્રત્યેનો મારો જુસ્સો સમજાયો અને ત્યારથી હું દરરોજ મારા સો ટકા અજમાવી રહ્યો છું. મેં મારી રમત સુધારવા માટે જે પગલાં લીધાં છે, તેનું લક્ષ્ય ભારતનું નામ વધારવાનું છે. ઇશાંતે આ દરમિયાન કહ્યું છે કે જેટલું બનશે તે સમય તક પોતાની રમત ચાલુ રાખશે.
પોતાના ઓફિશિયલ ટ્વિટર પર શેર કરેલા નિવેદનમાં તેને કહ્યું છે કે જ્યાં સુધી મારું શરીર પરવાનગી આપે ત્યાં સુધી હું તે ચાલુ રાખીશ, અને જો ભગવાન ખુશ થાય તો તે પછી પણ ચાલુ રહેશે. ભારત માટે 97 ટેસ્ટ, 80 વનડે અને 14 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઇશાંત આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલા 27 ખેલાડીઓમાં સામેલ છે. જોકે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે દેશની બહાર હોવાને કારણે તે શનિવારે ઓનલાઇન એવોર્ડ સમારોહમાં ભાગ લઈ શક્યો ન હતો.
Extremely grateful and honoured to receive the #ArjunaAward! Congratulations to fellow awardees for the same! Thanks for constant support and love from all of you! pic.twitter.com/dLh5WnjnEo
— Ishant Sharma (@ImIshant) August 29, 2020
તેમણે કહ્યું કે હું આ માન્યતા માટે (રમતગમત) મંત્રાલયનો દિલથી આભાર માનું છું. ફાસ્ટ બોલરે કહ્યું કે અંતે, બીસીસીઆઇને આ યાત્રાને આગળ વધવામાં મદદ અને સહયોગ આપવા બદલ આભાર. હું અર્જુન એવોર્ડના તમામ વિજેતાઓને અભિનંદન આપવા માંગુ છું. ઇશાંત આઈપીએલની 13 મી સીઝન માટે યુએઈમાં છે. તે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરશે.