LATEST

ભારત સામે હાર બાદ બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગોએ રાજીનામું આપ્યું

ભારત સામે ઘરઆંગણે સિરીઝ હાર્યા બાદ રસેલ ડોમિંગોએ બાંગ્લાદેશના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. સ્ટીવ રોડ્સને મુખ્ય કોચ પદેથી હટાવ્યા બાદ ડોમિંગો સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશ ટીમ સાથે જોડાયા હતા.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સના વડા જલાલ યુનુસે પીટીઆઈને જણાવ્યું હતું કે, “ડોમિન્ગોએ ગઈકાલે તેમનું રાજીનામું આપ્યું છે જેને તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું છે.” ડોમિંગો હેઠળ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે T20I શ્રેણી જીતી અને ન્યુઝીલેન્ડમાં પ્રથમ ટેસ્ટ જીતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની વનડે શ્રેણી પણ જીતી હતી

ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 188 રને હાર્યા બાદ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ ત્રણ વિકેટથી હારી ગયું હતું. મીરપુર ટેસ્ટ બાદ જ યુનિસે ફેરફારનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અમને એવા કોચની જરૂર છે જે ટીમ પર અસર કરે. અમે ટૂંક સમયમાં ફેરફાર કરીશું. આપણે એક મજબૂત ટીમ બનાવવી પડશે. અમને કોચની નહીં, માર્ગદર્શકોની જરૂર છે.

Exit mobile version