LATEST

ઈંગ્લેન્ડ સામે શ્રેણી પહેલા, શ્રીલંકાન વિકેટકીપર પર લાગ્યો ક્રિકેટનો પ્રતિબંધ

pic- mykhel

શ્રીલંકાની ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસમાં શ્રીલંકાને ઈંગ્લેન્ડ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. સિરીઝની શરૂઆત પહેલા શ્રીલંકન ક્રિકેટમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

ટીમના વિકેટકીપર બેટ્સમેનને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ વિકેટકીપરનું નામ છે નિરોશન ડિકવેલા. ડિકવેલાને ડોપિંગ વિરોધી ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. ડોપ ટેસ્ટમાં નાપાસ થવાને કારણે તેની સામે આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

નિરોશન ડિકવેલા પર તાજેતરમાં સમાપ્ત થયેલ લંકા પ્રીમિયર લીગ દરમિયાન કથિત રીતે ડોપિંગ વિરોધી ઉલ્લંઘન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી કે ડિકવેલા પરનો આ પ્રતિબંધ ક્યારે ઉઠાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ બાદ ખબર પડશે કે તેના પર કેટલા સમય માટે પ્રતિબંધ રહેશે.

શ્રીલંકા ક્રિકેટે એક પ્રેસ રિલીઝ દ્વારા નિરોશન ડિકવેલા પર પ્રતિબંધની માહિતી આપી છે. શ્રીલંકા ક્રિકેટ અનુસાર, નિરોશન ડિકવેલા પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે અને જ્યાં સુધી વધુ માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી તે ચાલુ રહેશે.

31 વર્ષીય શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન નિરોશને લંકા પ્રીમિયર લીગમાં ગાલે માર્વેલ્સ ટીમની કેપ્ટનશીપ કરી હતી. તે છેલ્લે માર્ચ 2023માં શ્રીલંકન ટીમ માટે રમતા જોવા મળ્યો હતો. આ વર્ષે તેને બાંગ્લાદેશ સામેની ટી20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જોકે તેને સિરીઝમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

Exit mobile version