ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબેએ IPL 2024માં મજબૂત શરૂઆત કરી છે. બે મેચ રમ્યા બાદ તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તેણે 51 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ શિવમ દુબેની આ ઇનિંગની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે શિવમ આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હોવો જોઈએ.
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024ની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સને 63 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી છે. અગાઉ CSKએ બેંગલુરુને હરાવ્યું હતું. દુબેએ IPL 2024ની પ્રથમ મેચમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 28 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. ગુજરાત સામેની મેચમાં શિવમ દુબેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 23 બોલમાં 51 રન બનાવ્યા અને આ ઇનિંગમાં તેણે પાંચ સિક્સર અને બે ફોર ફટકારી.
ચોપરાએ આગળ કહ્યું, “તે પોઝિશન બદલ્યા વિના સ્ટેન્ડમાં સિક્સર ફટકારે છે. કોઈની પાસે આટલી તાકાત નથી અને આટલી સાતત્યતા સાથે કોઈ શોટ રમી શકતું નથી. તેને શોર્ટ બોલ સામે સમસ્યા હતી પરંતુ હવે નહીં. આ સમયે મને કોઈ ખામીઓ દેખાતી નથી. તેને T20 વર્લ્ડ કપ ટીમની આસપાસ રાખો.”