મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હકના ખભાથી ઘટાડવાની છે..
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે દેશના ક્રિકેટ સેટ અપમાં ટોચનું સ્થાન મેળવવા માટે ચર્ચામાં છે.
આ પોસ્ટ મુખ્ય પસંદગીકારની છે. પીસીબીની યોજના મુખ્ય પસંદગીકાર પદના બોજને મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હકના ખભાથી ઘટાડવાની છે અને આ ભૂમિકા માટે અખ્તરની વિચારણા કરવામાં આવી રહી છે.
અખ્તરે ગુરુવારે યુ-ટ્યુબ શો ક્રિકેટ બાજ પર કહ્યું હતું કે, હું તેનો ઇનકાર કરીશ નહીં. હા, મેં બોર્ડ સાથે થોડી ચર્ચા કરી હતી અને મને પાકિસ્તાન ક્રિકેટમાં મોટી ભૂમિકા ભજવવામાં રસ છે. પરંતુ હજુ સુધી કંઇ નિર્ણય લેવાયો નથી.
અખ્તરે કહ્યું કે, હું ખૂબ જ આરામદાયક જીવન જીવું છું. મેં મારી શરતો પર ક્રિકેટ રમ્યું હતું, પરંતુ હવે જીવન અટકી ગયું છે. પરંતુ હું આ આરામ છોડી પીસીબી સાથે કામ કરવા તૈયાર છું. હું બીજાની સલાહથી ડરતો નથી. જો તક આપવામાં આવે તો હું સમય આપીશ. ”જોકે, અખ્તરે પીસીબીના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચાની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.