LATEST

એન્ડ્રુ મક્ડોનલ્ડ ઓસ્ટ્રેલિયન પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

એન્ડ્રુ મક્ડોનલ્ડને ઓસ્ટ્રેલિયાની પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પૂર્ણ-સમયના ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ બુધવારે આની જાહેરાત કરી હતી.

મક્ડોનલ્ડનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે. તેઓ આ વર્ષે ફેબ્રુઆરીથી ટીમના વચગાળાના કોચ હતા. તેમણે જસ્ટિન લેંગરની જગ્યા લીધી, જેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મેકડોનાલ્ડના કોચિંગ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમે તાજેતરમાં જ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી અને T20 શ્રેણી જીતી હતી.

મેકડોનાલ્ડ 2019 માં સહાયક કોચ તરીકે ઓસ્ટ્રેલિયા પુરૂષ ક્રિકેટ ટીમમાં જોડાયા હતા. તે 2021માં ટી20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે હતો. તેણે હવે ટીમ સાથે શ્રીલંકા અને ભારતનો પ્રવાસ કરવો પડશે. આ પછી, તેમના માર્ગદર્શન હેઠળ, ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે યોજાનારા T20 વર્લ્ડ કપ 2022માં પોતાના ખિતાબનો બચાવ કરવા ઉતરશે.

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મેકડોનાલ્ડે 2009માં ઓસ્ટ્રેલિયા માટે માત્ર ચાર ટેસ્ટ મેચ રમી હતી. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં ટીમોને કોચિંગ પણ આપ્યું છે.

Exit mobile version