LATEST

એન્ડી ફ્લાવર: ટીમ ઇન્ડિયાના કોચ માટે મેં અરજી કરી નથી અને ન તો હું કરીશ

Pic- circle of cricket

રાહુલ દ્રવિડ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ કોણ હશે તે અંગે સસ્પેન્સ છે. BCCIએ મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી છે, જેની છેલ્લી તારીખ 26મી મે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે.

દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે કહ્યું છે કે ભારતીય કોચના પદ માટે દાવો કરવાની તેમની કોઈ યોજના નથી. ઝિમ્બાબ્વેના આ ભૂતપૂર્વ સુકાનીએ તેની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થયા બાદ આ વાતની પુષ્ટિ કરી હતી.

રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ પછી ભારતના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપશે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 27 મે સુધી નવા કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ફ્લાવરે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મેં અરજી કરી નથી, હું અરજી કરીશ નહીં, હું અત્યારે ફ્રેન્ચાઇઝી લીગમાં જોડાઈને ખુશ છું. એવું માનવામાં આવે છે કે ગૌતમ ગંભીરનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ ભારતના પૂર્વ ઓપનર કે બીસીસીઆઈના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.

ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સફળ કોચ રહેલા ફ્લાવરના માર્ગદર્શન હેઠળ એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ટીમે 2012માં ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ફ્લાવર અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સના કોચ રહી ચૂક્યા છે અને વિશ્વભરની અન્ય ઘણી ફ્રેન્ચાઈઝીનો પણ ભાગ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ સમયે તે વર્ષમાં 10 મહિના રાષ્ટ્રીય ટીમ માટે કામ કરવાનું વિચારી રહ્યો નથી. ફ્લાવરે કહ્યું, હું કેટલીક મહાન સંસ્થાઓ સાથે કામ કરી રહ્યો છું તેથી આ સમયે હું તેનાથી ખૂબ જ ખુશ છું.

ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ, લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને કોલકાતા નાઈટ રાઈડર્સના માર્ગદર્શક ગૌતમ ગંભીરને પણ સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

Exit mobile version