ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)માં નવી જવાબદારી મળી છે. સૌરવ ગાંગુલી ICCની ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
જણાવી દઈએ કે, તેમના પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને ગાંગુલીના સાથી ખેલાડી અનિલ કુંબલે આ પદ પર હતા. કુંબલે લગભગ નવ વર્ષ સુધી આ પદ પર રહ્યા. ક્રિકેટ સમિતિનું કામ રમતની શરતો અને નિયમોની દેખરેખ રાખવાનું છે. અનિલ કુંબલેએ આ પદ પર ત્રણ વર્ષની ત્રણ મુદત પૂરી કરી હતી અને તેનાથી વધુ સમય આ પદ પર ચાલુ રહી શક્યો ન હતો, તેથી તેણે આ પદ છોડવું પડ્યું હતું.
JUST IN: BCCI president Sourav Ganguly has been appointed as the chair of the ICC men’s cricket committee. He succeeds Anil Kumble, who stepped down after having served the maximum of three three-year terms pic.twitter.com/srOrIVISWx
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2021
ગાંગુલી અગાઉ ICC ક્રિકેટ કમિટીમાં ઓબ્ઝર્વરના પદ પર હતા. ગાંગુલીએ ભારત માટે કુલ 113 ટેસ્ટ, 311 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 7212 ટેસ્ટ અને 11363 ODI આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. ગાંગુલીના ખાતામાં 32 ટેસ્ટ અને 100 વનડે વિકેટ પણ છે.

